Home> Gujarat
Advertisement
Prev
Next

રથયાત્રા 2019: '...જો દેશ કે કામ ન આયે વો બેકાર જવાની હૈ', રાષ્ટ્રવાદના ટેબ્લોએ જગાવ્યું આકર્ષણ, જુઓ VIDEO

થયાત્રામાં 101 ટ્રકો જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે.  રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે. 

રથયાત્રા 2019: '...જો દેશ કે કામ ન આયે વો બેકાર જવાની હૈ', રાષ્ટ્રવાદના ટેબ્લોએ જગાવ્યું આકર્ષણ, જુઓ VIDEO

અમદાવાદ: આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા છે. વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો, જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીએ પહિંદી વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારબાદ જગતના નાથ નગરચર્યાંએ નીકળ્યાં છે. રથયાત્રામાં 101 ટ્રકો જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે.  રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે. 

fallbacks

રથયાત્રાની પળેપળની અપડેટ માટે કરો ક્લિક...

વધુ વિગતો માટે જુઓ VIDEO

આ ટેબ્લો પર વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર લગાવાઈ છે, જેના થકી રાષ્ટ્રભાવનાનો મેસેજ આપવામાં આવ્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ લગાવવામાં આવી છે. આ ટેબ્લોમાં બેસેલા બાળકોએ ભારતીય સેના અને આર્મીનો પહેરવેશ પહેર્યો છે. તો એક બાળકે અભિનંદનની જેમ મૂંછો રાખી છે. રથયાત્રામાં જોડાયેલ ટેબ્લોમાં ગૃહમંત્રી અમિત શાહના પણ કટઆઉટ લગાવવામાં આવ્યા છે. અલગ અલગ ગ્રૂપના લોકો પોતાના ટેબલો સાથે રથયાત્રામાં જોડાયા છે. શહેરના 19 કિલોમીટર રુટ પર રથયાત્રા ફરશે.

જુઓ LIVE TV

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી બાદ મીડિયા સંબોધનમાં કહ્યું કે, રસ્તાને સાફસુધરો કરીને ભગવાનને રાજમાર્ગ માટે શરૂઆત કરાવી છે. આજે ભગવાન સમગ્ર નગરમાં ફરશે, અને રાત્રે મંદિરમાં પાછા ફરશે. ગઈકાલે રાત્રે અમી છાંટણા પણ થયા. ભગવાનની કૃપા વરસી રહી છે. આજના દિવસે સમગ્ર ગુજરાતની જનતાને મારી શુભકામનાઓ. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આજે ભગવાન જગન્નાથની રથયાત્રા આનંદમય વાતાવરણમાં ઉત્સાહપૂર્વક શરૂ કરી છે. ભગવાને પણ અમી છાંટણા વરસાવી શોભાયાત્રાને આર્શીવાદ આપ્યા છે. અમે બધાએ દર્શન કર્યાં.

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More